Site icon

Khel Ratna Award Winners: આખરે મનુ ભાકરને મળ્યો ખેલ રત્ન.. ડી ગુકેશનું નામ પણ યાદીમાં શામેલ, 32 ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ…

Khel Ratna Award Winners: યુવા અને રમત મંત્રાલયે એથ્લેટ્સની યાદી જાહેર કરી છે જેમને ખેલ રત્ન એનાયત કરવામાં આવશે. મનુ ભાકર, ડી ગુકેશ ઉપરાંત પ્રવીણ કુમારને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક 2024માં હોકી ટીમ માટે પોતાની કપ્તાનીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન આપવામાં આવશે. આ ખેલાડીઓનો સન્માન સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે 17 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 11 વાગ્યે શરૂ થશે.

Khel Ratna Award Winners Complete list of winners of Khel Ratna, Arjuna Award, Dronacharya Award Bhaker, Gukesh and more

Khel Ratna Award Winners Complete list of winners of Khel Ratna, Arjuna Award, Dronacharya Award Bhaker, Gukesh and more

News Continuous Bureau | Mumbai

Khel Ratna Award Winners: ભારત સરકારે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. સ્ટાર શૂટર મનુ ભાકર સહિત ચાર અગ્રણી ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર, વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ પ્રવીણ કુમાર સામેલ છે. મનુ ભાકરના નામને લઈને છેલ્લા ઘણા દિવસોથી ઘણો વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે તેમના નામની ભલામણ કરવામાં આવી નથી. હાલમાં તેમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 Khel Ratna Award Winners: આ ખેલાડીઓને કરાશે ખેલ રત્નથી સન્માનિત

સમિતિ દ્વારા કરાયેલી ભલામણોના આધારે સરકારે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમારને ખેલ રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તમને યાદ અપાવી દઈએ કે થોડા દિવસો પહેલા મનુ ભાકરનું નામ ખેલ રત્ન પુરસ્કાર મેળવવા માટે એથ્લેટ્સની ભલામણ કરેલ યાદીમાં સામેલ ન થતા વિવાદ ઉભો થયો હતો. જો કે, પાછળથી મનુએ પોતે સ્વીકાર્યું કે કદાચ તેમના તરફથી કોઈ ભૂલ થઈ છે.

આ સમાચાર પણ વાંચો : Farmers Law : શું દેશમાં ફરી લાગુ થશે ત્રણ કૃષિ કાયદા…અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, કહ્યું- સરકાર કરી રહી છે તૈયારી…

મહત્વનું છે કે મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે એક જ ઓલિમ્પિકની સિંગલ્સ સ્પર્ધાઓમાં બે અલગ-અલગ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ જ રમતોમાં હરમનપ્રીત સિંહે તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય હોકી ટીમ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ભારતે સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ડી ગુકેશ થોડા અઠવાડિયા પહેલા જ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તેણે માત્ર 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. પ્રવીણ કુમારે પેરાલિમ્પિક્સની T64 શ્રેણીની હાઈ-જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

Khel Ratna Award Winners: અર્જુન એવોર્ડ માટે 32 ખેલાડીઓની પસંદગી 

આ ઉપરાંત, રમત મંત્રાલયે 2024 માટે અર્જુન એવોર્ડ માટે 32 ખેલાડીઓની પસંદગી કરી છે, જેમાં 17 પેરા એથ્લેટ્સનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો દ્વારા, સરકારે ખેલાડીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને સન્માનિત કરવાનો પ્રયાસ કર્યો છે. રમતગમત મંત્રાલયે કહ્યું કે આ એવોર્ડ માત્ર ખેલાડીઓની મહેનત અને સમર્પણનો પુરાવો નથી, પરંતુ યુવા પેઢીને પ્રેરણા પણ આપે છે. એવોર્ડ સમારોહમાં વિવિધ કોચ, યુનિવર્સિટી અને સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવશે.

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version