ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મોદી સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલી નાખ્યું છે.
સરકારે તેને હોકીના 'જાદુગર' ગણાતા મેજર ધ્યાનચંદના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી.
વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું કે, 'દેશને ગર્વ અપાવનારી પળો વચ્ચે અનેક દેશવાસીઓનો આગ્રહ પણ સામે આવ્યો કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તેનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે.'
ઉલેખનીય છે કે હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદનું હોકીમાં અવિશ્વસનીય યોગદાન રહ્યું છે. તેમણે પોતાની અંતિમ ઓલમ્પિક (બર્લિન 1936)માં કુલ 13 ગોલ કર્યા હતા. એ જ રીતે એમ્સ્ટર્ડમ, લોસ એન્જલિસ અને બર્લિન ઓલમ્પિકમાં મળીને તેમણે કુલ 39 ગોલ કર્યા જે તેમની બાદશાહત દર્શાવે છે.
