કોરોના વાયરસની ઘાતક અસર હવે આઈપીએલ પર પણ જોવા મળી રહી છે.
આજે (સોમવારે) અમદાવાદમાં યોજાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને બેંગલુરૂ (RCB)ની મેચને હાલ પૂરતી રદ્દ કરવામાં આવી છે.
કોલકાતાના 2 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) અથવા આઈપીએલ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો
