Site icon

KXIP v/s RCB : કે.એલ રાહુલના બે કેચ છોડયાં બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો વિરાટ કોહલી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 સપ્ટેમ્બર 2020

IPL ની 13 મી સીઝનની છઠ્ઠી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ના કેપ્ટન વિરાટ કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલના બે આસાન કેચ છોડી દીધા, ત્યારથી કોહલી ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ થઇ રહ્યો છે.  વિરાટને બંને કેચ છોડવા ભારે પડ્યા. રાહુલ આ મેચમાં 69 બોલમાં 132 રન બનાવ્યા બાદ અણનમ પરત ફર્યો હતો. રાહુલની આ ઇનિંગના આધારે કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં, ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. વિરાટની ગણતરી દુનિયાના સૌથી ફિટ ફીલ્ડરોમાં થાય છે અને તેની ટીમનો કોઈ ફીલ્ડર જ્યારે પણ કેચ છોડે છે ત્યારે તે ઘણો ગુસ્સે થતો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. આ દંડ તેને કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ સ્લો ઓવર-રેટ માટે કરવામાં આવ્યો છે. ગઈકાલે કોહલીની ટીમ 97 રને મેચ હારી ગઈ હતી. એટલું જ નહિં કેપ્ટન કોહલી તમામ મોરચે ગઈકાલે નિષ્ફળ ગયો. એટલે કે તેની કેપ્ટનશિપ, બેટિંગ અને બોલિંગની રણનીતિ એકદમ બેકાર રહી હતી. IPLની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, “આ સીઝનમાં કોહલીની ટીમની પ્રથમ ભૂલ હતી. જેથી કોડ ઓફ કન્ડકન્ટ અંતર્ગત મિનિમમ ઓવર રેટની ભૂલને કારણે, વિરાટ કોહલી પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.
Exit mobile version