Site icon

ટીમ ઇન્ડિયાએ મેચ પહેલા ટ્રેનિંગ સેશન કર્યું રદ્દ, કારણ જાણી ચોંકી જશો; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021    
શનિવાર

T-20 વિશ્વકપમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રવિવારે મહત્ત્વની મૅચ થવાની છે. સેમી-ફાઇનલમાં પહોંચવાની થોડી ઘણી આશા છે જો આ મૅચ ભારત જીતી જાય તો. આ મહત્ત્વની મૅચ પહેલાં ભારતીય ટીમે શુક્રવારે પોતાની પ્રૅક્ટિસ સેશન્સની મૅચ રદ કરી નાખી હતી. આ મૅચ રદ થયા બાદ મહેન્દ્રસિંહ ધોની સહિત અનેક ખેલાડીઓ વૉલી બૉલ રમવા પહોંચી ગયા હતા.
આ પ્રૅક્ટિસ મૅચ એટલા માટે જરૂરી હતી, કારણ કે હાર્દિક પંડ્યાની ફિટનેસ ટેસ્ટ થવાની હતી. ત્યાર બાદ જ તેે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ રમી શકશે કે નહીં એનો નિર્ણય થવાનો હતો. હવે જોકે રવિવારની મૅચમાં ટીમમાં હાર્દિક જોડાશે કે નહીં એ આજે ખબર પડશે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કોરોનાને આપી મ્હાત; સાથે તેમના પરિવારના આ સભ્ય પણ થયા કોરોના મુક્ત
અચાનક  ટીમ ઇન્ડિયાની ટ્રેનિંગ વેન્યુમાં ફેરફાર થવાને કારણે પ્રૅક્ટિસ મૅચ રદ થઈ હોવાનું કારણ સામે આવ્યું છે. એ પણ ચોંકાવનારી બાબત કહેવાય. ભારતીય ટીમ T-20 વિશ્વકપ ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી દુબઈ સ્થિત ICC એકૅડેમીમાં ટ્રેનિંગ લઈ રહી છે. રવિવારે એને દુબઈમાં જ ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધ મૅચ રમવાની છે. શુક્રવારે પણ તેણે ICCમાં જ પ્રૅક્ટિસ મૅચ રમવાની હતી. જોકે છેલ્લી ઘડીએ દુબઈને બદલે શારજાહમાં પ્રૅક્ટિસ મૅચ રમવાની છે એવું ભારતીય ટીમને કહેવામાં આવ્યું હતું. દુબઈથી અબુધાબી બે કલાકના અંતરે છે. એવામાં આવવા-જવામાં ચાર કલાકનો સમય નીકળી જતો હતો. એથી ભારતે આ પ્રૅક્ટિસ મૅચ રદ કરી નાખી હતી.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version