ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના બીજા તબક્કાની શરૂઆત પહેલા દર્શકો માટે સારા સમાચાર છે.
પ્રાપ્ત જાણકારી મુજબ 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થઈ રહેલી આઈપીએલ 2021ના બીજા તબક્કામાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી ગઈ છે.
જોકે કેટલાક ટકા દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે તે અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આ દરમિયાન કોવિડ પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયમોનું પાલન કરવું પડશે.
ક્રિકેટ ફેન્સ 16 સપ્ટેમ્બરથી મેચ માટે ઓનલાઇન ટિકિટ ખરીદી શકશે.
ટિકિટ આઈપીએલની સત્તાવાર વેબસાઈટ (www.iplt20.com) પરથી ખરીદી શકશે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલના 31 મુકાબલા દુબઈ, શારજાહ અને અબુધાબીમાં મર્યાદીત દર્શકો સાથે રમાશે.
બોલીવુડ અભિનેતા સોનૂ સૂદના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, આ છે મોટો આરોપ