Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય ટિમના આ સ્ટાર બેટ્સમેન મુરલી વિજયે કરી સંન્યાસની જાહેરાત, લખી ઈમોશનલ પોસ્ટ..

ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન મુરલી વિજયે ( M Vijay ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ( international cricket ) નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ભારત માટે છેલ્લે ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે 61 ટેસ્ટ, 17 વનડે અને નવ ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

M Vijay retires from international cricket

ભારતીય ટિમના આ સ્ટાર બેટ્સમેન મુરલી વિજયે કરી સંન્યાસની જાહેરાત, લખી ઈમોશનલ પોસ્ટ..

News Continuous Bureau | Mumbai

ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન મુરલી વિજયે ( M Vijay ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ( international cricket ) નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ભારત માટે છેલ્લે ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે 61 ટેસ્ટ, 17 વનડે અને નવ ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Join Our WhatsApp Channel

વિજયે શું લખ્યું?

મુરલી વિજયે કહ્યું, “આજે, અપાર કૃતજ્ઞતા અને નમ્રતા સાથે, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. 2002-2018 સુધીની મારી સફર મારા જીવનના સૌથી અદ્ભુત સફર રહી છે કારણ કે રમતના ઉચ્ચ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA), ચેન્નાઈ સુપર કિંગ્સ અને ચેમ્પલાસ્ટ સનમાર દ્વારા મને આપવામાં આવેલી તકો માટે હું આભારી છું.

આ સમાચાર પણ વાંચો:  ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોની ગુંડાગીરી, તિરંગા સાથે ઉભેલા ભારતીયો પર ખાલિસ્તાન સમર્થકોએ કર્યો હુમલો.. જુઓ વિડીયો

વિજયે 61 ટેસ્ટમાં 3982 રન, 17 વનડેમાં 339 રન અને નવ ટી20 મેચમાં 169 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં 12 સદી ફટકારી હતી. મુરલી ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં સફળ રહ્યો હતો. તેણે 38.28ની એવરેજથી સ્કોર કર્યો. વિજયનો સર્વોચ્ચ સ્કોર 167 રન હતો. તેણે ટેસ્ટમાં 15 અડધી સદી પણ ફટકારી હતી. તે વનડે અને ટી-20માં ટેસ્ટ જેવી સફળતા મેળવી શક્યો નથી. જોકે તેના નામે સ્પેશિયલ ટેસ્ટ રેકોર્ડ નોંધાયેલ છે. ભારત તરફથી રમતા તેણે ચેતેશ્વર પૂજારા સાથે ટેસ્ટમાં બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીના રેકોર્ડ બનાવ્યો છે.

Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
USIran Oil Conflict અમેરિકા ઈરાન વચ્ચે ‘ઓઇલ વોર’ ભડક્યું યુએસ સેનાએ ઈરાનના 5 ઓઇલ ટેન્કર નષ્ટ કર્યા, વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર ભીષણ હુમલો
US Iran Warship Clash મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! યુએસ યુદ્ધજહાજ પર ઈરાની મિસાઇલ એટેક બાદ અમેરિકાએ 5 તેલ ટેન્કરો ફુંકી માર્યા
USCanada trade war ઈંટનો જવાબ પથ્થરથી! ટ્રમ્પના દબાણ સામે કેનેડા ઝૂકવા તૈયાર નથી, અમેરિકન ગુડ્સ પર 50% વળતો ટેરિફ લાગુ કર્યો
Exit mobile version