Site icon

કંગાળ થયેલા આ ક્રિકેટરને આખરે એક લાખ રૂપિયાની નોકરીની મળી ઓફર- આ વિભાગમાં કરવાનું રહેશે કામ

Cricketer Vinod Kambli booked for assaulting wife

પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર સપડાયાં વિવાદોમાં, મારપીટ કરવાને લઈ પત્નિએ નોંધાવી પોલીસ ફરિયાદ..

News Continuous Bureau | Mumbai

હાઈફાઈ લાઈફ જીવનારો પરંતુ હાલ આર્થિક સંકટનો(economic crisis) સામનો કરી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર (Former cricketer) અને સચિન તેંડુલકરના(Sachin Tendulkar) ખાસ મિત્ર વિનોદ કાંબળીને(Vinod Kambali) આખરે નોકરીની ઓફર મળી છે. મહારાષ્ટ્રના એક વ્યવસાયી (Maharashtra Businessman)  સંદીપ થોરાટે(Sandeep Thorat) વિનોદ કાંબળીને પોતાની કંપની સહ્યાદ્રિ ઉદ્યોગ સમૂહના(Sahyadri Industry Group) ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં(Finance Department ) એક લાખ રૂપિયા મહિનાની સેલરીની સાથે જોબની ઓફરી(Job offer with monthly salary) કરી છે.

Join Our WhatsApp Community

વિનોદ કાંબળીએ હજુ સુધી જો આ ઓફરનો  કોઈ જવાબ આપ્યો નથી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે (Former cricketer of Team India) ગયા અઠવાડિયે એક ઈંગ્લિશ પેપરને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની આર્થિક હાલતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે બેરોજગાર છે અને કામ શોધી રહ્યો છે. હાલ BCCI દ્વારા આપવામાં આવતા 30 હજાર રૂપિયાના પેન્શન પર તે જીવી રહ્યો છે.

મિડિયા હાઉસને આપેલા ઈન્ટરન્યુમાં કાંબળીએ કહ્યું હતું કે, “હું એક રિટાયર્ડ ક્રિકેટર છું અને સંપૂર્ણપણે BCCIના પેન્શન પર નિર્ભર છું. મારી આવક માત્ર પેન્શનની જ છે. હું BCCIનો આભારી છું. મને એસાઈનમેન્ટ જોઈએ છે કે જેથી યુવા ક્રિકેટરોની મદદ કરી શકું. મુંબઈએ અમોલ મજુમદારને મુખ્ય કોચપદે યથાવત્ રાખ્યો છે અને તેમને જો મારી જરૂરિયાત છે તો હું ત્યાં છું. મેં તેમને અનેક વખત કહ્યું કે જો તમને મારી જરૂરિયાત છે તો હું તમારી સાથે જ છું. મારો પરિવાર છે અને મારે તેમની દેખભાળ કરવાની છે. ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા પછી તમારા માટે કોઈ ક્રિકેટ નથી, પરંતુ જો તમને જીવનમાં સ્થિરતા જોઈએ તો એસાઈનમેન્ટ હોવા જરૂરી છે. હું MCAના પ્રેસિડન્ટને અનુરોધ કરું છું કે જો મારી જરૂર છે તો હું તૈયાર છું.

આ સમાચાર પણ વાંચો :  વેસ્ટ ઇન્ડિઝ માટે 2023ના વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવું મુશ્કેલ બન્યું-આ દેશની ટીમ મારી શકે છે બાજી- અહીં જાણો કેવી રીતે  

વિનોદ કાંબલીએ વર્ષ 2000માં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. એ બાદ તે અનેક પ્રોફેશનમાં હાથ અજમાવી ચૂક્યો છે, પરંતુ તેને સફળતા કયાંય ન મળી. તે અમુક ફિલ્મોમાં  જોવા મળ્યો. બાદમાં એડ ફિલ્મો પણ કરી. અંતે, કોચિંગ પણ કર્યું. કાંબલી એ રાજકીય પાર્ટી સાથે પણ જોડાયો હતો. છેલ્લે, તે 2019માં મુંબઈ ટી-20 લીગમાં એક ટીમની કોચિંગ કરી રહ્યો હતો.

 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version