Site icon News Continuous Bureau | Mumbai

Major Blow for Team India: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: જસપ્રિત બુમરાહ પ્રથમ મેચમાંથી બહાર! જાણો કેમ અચાનક લેવો પડ્યો આ મોટો નિર્ણય.

Major Blow for Team India: મુંબઈમાં અમેરિકા સામેની મેચ પહેલા બુમરાહની તબિયત બગડી; વાયરલ ફીવરને કારણે રમે તેવી શક્યતા ઓછી, હર્ષિત રાણા બાદ ભારતને બીજો મોટો ફટકો.

Major Blow for Team India Jasprit Bumrah Likely to Miss T20 World Cup Opener Against USA Due to Viral Fever.

Major Blow for Team India Jasprit Bumrah Likely to Miss T20 World Cup Opener Against USA Due to Viral Fever.

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડ કપ 2026ની રણભેરી વાગે તે પહેલા જ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગે છે. યુવા બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, અને હવે ટીમના મુખ્ય બોલર જસપ્રિત બુમરાહને લઈને ખરાબ સમાચાર આવ્યા છે. અહેવાલો મુજબ, 7 ફેબ્રુઆરીએ અમેરિકા સામે રમાનારી મેચમાં બુમરાહનું રમવું લગભગ અશક્ય છે.ભારત અને અમેરિકા વચ્ચે આજે શનિવારે (7 ફેબ્રુઆરી) સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થવાનો છે. ગ્રુપ-એની આ પ્રથમ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે બુમરાહ વગર મેદાનમાં ઉતરવું પડી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, બુમરાહને અચાનક તેજ વાયરલ ફીવર (તાવ) આવતા તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

પ્રેક્ટિસ સેશનમાં પણ નહોતા દેખાયા

શુક્રવારે (6 ફેબ્રુઆરી) જ્યારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ માટે મેદાનમાં ઉતરી હતી, ત્યારે બુમરાહ ત્યાં પહોંચ્યા તો હતા પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ કરી નહોતી. વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટને જોતા ટીમ મેનેજમેન્ટ બુમરાહના સ્વાસ્થ્ય બાબતે કોઈ જોખમ લેવા માંગતું નથી. આથી જ તેમને પ્રથમ મેચમાં આરામ આપીને આગામી મોટી મેચો માટે ફિટ રાખવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :Oil Smuggling Racket Mumbai: મુંબઈના મધદરિયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સર્જિકલ સ્ટ્રાઈક: આંતરરાષ્ટ્રીય ઓઇલ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 3 વિદેશી જહાજો ઝડપાયા.

હર્ષિત રાણા બાદ બીજો આંચકો

ટીમ ઈન્ડિયા માટે બોલિંગ યુનિટમાં આ બીજો મોટો ફટકો છે. હર્ષિત રાણા જેવી યુવા પ્રતિભા ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગઈ છે. હવે જો બુમરાહ પણ પ્રથમ મેચમાં ન રમે તો ભારતની પેસ એટેકની ધાર થોડી ઓછી થઈ શકે છે. જોકે, ટીમ પાસે અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.

મેચની વિગતો

મેચ: ભારત વિરૂદ્ધ અમેરિકા (ટી-20 વર્લ્ડ કપ 2026)

સ્થળ: વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ.
સમય: સાંજે 7:00 કલાકે.
કેપ્ટન: સૂર્યકુમાર યાદવ.

Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Exit mobile version