પૂર્વ ભારતીય દોડવીર મિલ્ખા સિંહે કોરોના વાયરસને માત આપી દીધી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ, તેઓ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર છે.
91 વર્ષીય મિલ્ખા સિંહ સ્વસ્થ થઈ ગયા હતા અને તેમના પરિવારની વિનંતીથી રજા આપવામાં આવી હતી.
જોકે તેમની પત્ની 82 વર્ષીય નિર્મલ કૌરની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે તેમનો ગત બુધવારે કોરોનાનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ પછી તેઓ ચંદીગઢ સ્થિત પોતાના ઘરે આઇસોલેટ થયા હતા.
