ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે આજે ઇતિહાસ રચી દીધો છે.
ભારતીય બેટ્સમેન મિતાલી 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારી વિશ્વની બીજી અને ભારતની એકમાત્ર મહિલા ક્રિકેટર બની છે.
મિતાલીએ લખનઉમાં રમાઇ રહેલી મૅચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે મિતાલી પહેલા ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 309 મેચમાં 10273 રન બનાવ્યા છે.]
