News Continuous Bureau | Mumbai
બાંગ્લાદેશ(Bangladesh) ટેસ્ટ ટીમના(Test team) કેપ્ટન મોમિનુલ હકે(Mominul Haque) પોતાના પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે.
30 વર્ષીય મોમિનુલ હકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના(Cricket Board) પ્રમુખ નઝમુલ હસન(Nazmul Hasan) સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો છે.
મોમિનુલનું કહેવું છે કે, હવે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન બેટિંગમાં(batting) આપવા માંગે છે.
વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધી તે પોતાનું ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી. તેના ખરાબ ફોર્મને લઈને લોકો ભારે ટીકા કરી રહ્યા છે.
બાંગ્લાદેશ હાલમાં શ્રીલંકા( srilanka)સામે હારી ગયું હતું. ત્યારથી મોમિનુલને સુકાની પદેથી હટાવવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2019માં શાકિબ અલ હસન પર ICC દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ મોમિનુલ હકને બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : વિદેશની ધરતી પર ભારતીય તિકડીએ કરી કમાલ – મહિલા ટીમે 10 મીટર એર રાઇફલમાં જીત્યો આ મેડલ