Site icon

ફિફા વર્લ્ડ કપ: ફ્રાન્સની જીત બાદ હંગામો, મોરોક્કોના ચાહકોએ રસ્તા પર ચાંપી દીધી આગ. જુઓ વિડીયો

ફિફા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારી મોરક્કોની ટીમ બુધવારે કતારમાં રમાઈ રહેલી બીજી સેમીફાઈનલ મેચમાં ફ્રાન્સ સામે 2-0થી હારી ગઈ હતી. જોકે મોરક્કોના ચાહકો ફાન્સ સામેની હાર પચાવી શક્યા ન હતા.

Morocco fans clash with police in Brussels after defeat in World Cup semi-final vs France

ફિફા વર્લ્ડ કપ: ફ્રાન્સની જીત બાદ હંગામો, મોરોક્કોના ચાહકોએ રસ્તા પર ચાંપી દીધી આગ. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ફિફા વર્લ્ડ કપમાં ( World Cup semi-final )  શાનદાર પ્રદર્શન કરનારી મોરક્કોની ( Morocco ) ટીમ બુધવારે કતારમાં રમાઈ રહેલી બીજી સેમીફાઈનલ ( semi-final ) મેચમાં ફ્રાન્સ સામે 2-0થી હારી ( defeat )  ગઈ હતી. જોકે મોરક્કોના ચાહકો ફાન્સ ( France ) સામેની હાર પચાવી શક્યા ન હતા. આ હાર બાદ મોરક્કો ટીમના અંદાજે 100 ચાહકો ( fans ) બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સના ( Brussels ) રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધમાલ ( fans clash ) મચાવવાનું શરુ કર્યું.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મોરક્કોના ચાહકોએ પોલીસ પર કચરાના ડબ્બાઓ અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. જેના જવાબમાં પોલીસે ટિયર ગેસ અને પાણીના ફુવારાનો ઉપયોગ કર્યો હતો. જોકે મોરક્કો ચાહકોએ મચાવેલી ધમાલથી વધુ નુકસાન થયું નથી. હવે આ મામલે પોલીસે અનેક ફુટબોલ ચાહકોની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  Coastal Road Project : આખરે પાંચ વર્ષ બાદ BMC અને માછીમારો વચ્ચેનો વિવાદ ઉકેલાયો, વરલીમાં દરિયામાં બે પિલર વચ્ચેના અંતરને લઈને લેવાયો આ નિર્ણય

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે મોરોક્કન ફેન્સે ફૂટબોલમાં હાર કે જીત પર હંગામો મચાવ્યો હોય. આ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોની જીત બાદ ભારે હોબાળો થયો હતો. ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલની હાર બાદ મોરોક્કોના ચાહકો પેરિસની શેરીઓ પર ઉતરી આવ્યા હતા. ઘણી જગ્યાએ આગ લગાડવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે તેમને અટકાવ્યા પછી પણ આ ચાહકો રોકાયા ન હતા. બદમાશોની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. ઘણા કલાકો સુધી આ લોકો ઉજવણીના નામે હંગામો મચાવી રહ્યા હતા. ત્યારે પણ પોલીસે આ ચાહકો પર બળપ્રયોગ કરવો પડ્યો હતો.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version