Site icon

હવે ધોનીએ પહેર્યા કાળા ચશ્મા- દબંગ ટ્રાફિક પોલીસ બન્યો માહી- નવા લુક જોઈને ફેન્સ થઈ ગયા દીવાના- જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની(MS Dhoni) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ(Cricket)  છોડ્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ નિવૃત્તિ પછી પણ તેની લોકપ્રિયતા(Fan following)  અકબંધ છે. તેમની લોકપ્રિયતા વર્તમાન સમયના ઘણા સક્રિય ખેલાડીઓને પાછળ છોડી દે છે. આ કારણોસર, જાહેરાત બ્રાન્ડ્સ હજુ પણ ધોનીને તેમની સાથે જોડવા આતુર છે. તેની પાસે હજુ પણ ઘણી મોટી બ્રાન્ડ(Big Brands Ad) ની જાહેરાતો છે. દિગ્ગજ ખેલાડી તેની જાહેરાત દરમિયાન અલગ-અલગ લુક(different look) માં જોવા મળે છે અને તેના ચાહકોમાં તેની ઘણી ચર્ચા છે. 

Join Our WhatsApp Community

ફરી એકવાર ધોનીનો નવો લુક(New look) સામે આવ્યો છે, જેમાં તે ટ્રાફિક પોલીસની વર્દી(Traffic cop uniform) પહેરેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં 41 વર્ષનો ધોની ટ્રાફિક પોલીસ(Traffic police) નો ડ્રેસ પહેરીને ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે. જેમાં તેમણે બેલ્ટની ઉપર વૉકી ટૉકી (Walkytalky) લગાવેલુ છે અને આંખોમાં કાળા ચશ્મા(Black goggles) પહેરીને એકદમ દબંગ લાગી રહ્યો છે. એમએસ ધોનીનો ટ્રાફિક કોપ લુક કઈ બ્રાન્ડનો છે તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી ચર્ચા છે કે તેની આ જાહેરાત ઘણી મજેદાર હશે. 

આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ

હાલમાં જ એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં 2011 વર્લ્ડ કપ(World cup) વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ(Former Captain Kapil Dev) સાથે વિમ્બલ્ડન મેચની મજા લેતા જોવા મળ્યા હતા. 

આઈપીએલ(IPL)  એમએસ ધોનીનું સ્ટેટસ ઘણું ઊંચું છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ લીગમાં ચાર ટુર્નામેન્ટ જીતી છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે આ તમામ ટાઇટલ જીત્યા છે. IPL 2022ની શરૂઆત પહેલા ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે  જાડેજા કેપ્ટન તરીકે અસરકારક સાબિત થયો ન હતો અને ટીમના ખરાબ પ્રદર્શનને કારણે સીઝનની મધ્યમાં કેપ્ટનશિપ છોડી દેવી પડી હતી.

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- આ ભાઈસાબ ગોવામાં સીધી બીચ પર પોતાની કાર લઈ ગયા- પછી શું થયું- જુઓ આ વીડિયોમાં

Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી
Exit mobile version