Site icon

આને કહેવાય સમયનો સદુપયોગ… કોરોનાના કારણે બે વર્ષ વેડફાયા,તો આ ખેલાડીએ બનાવ્યો અનોખો રેકોર્ડ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,            

મુંબઈ, 03, માર્ચ 2022,         

Join Our WhatsApp Community

ગુરુવાર.

મુંબઈના યુવા ક્રિકેટર સિદ્ધાર્થ મોહિતે સૌથી લાંબી બેટિંગનો રેકોર્ડ બનાવવાના પ્રયાસમાં નેટ સેશન દરમિયાન ક્રિઝ પર ૭૨ કલાક, પાંચ મિનિટ વિતાવી હતી. હવે તે તેની સિદ્ધિને ગીનીસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ દ્વારા માન્યતા મળે તેની રાહ જાેઈ રહ્યો છે. ૧૯ વર્ષીય મોહિતે ગયા સપ્તાહના અંતે ૭૨ કલાક અને પાંચ મિનિટ બેટિંગ કરી, તેણે ૨૦૧૫માં ૫૦ કલાક બેટીંગ કરવાના વિરાગ માનેના રેકોર્ડને તોડી નાખ્યો. વિરાગ માને પુણેનો રહેવાસી છે.’

 

મોહિતેએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ‘હું ખૂબ જ ખુશ છું કે મેં કરેલો પ્રયાસ સફળ રહ્યો. આ રીતે હું લોકોને બતાવવા માંગતો હતો કે હું અલગ છું. કોવિડ-૧૯ પછીના લોકડાઉનને કારણે મારી કારકિર્દીના બે સારા વર્ષ ખોવાઈ ગયા જે એક મોટી ખોટ છે. તેથી મેં કંઈક અલગ કરવાનું વિચાર્યું અને અચાનક મારા મગજમાં આ વિચાર આવ્યો પછી મેં ઘણી એકેડેમી અને કોચનો સંપર્ક કર્યો.

મોહિતેને તેના કોચ જ્વાલા સિંહે તેના પ્રયાસમાં મદદ કરી હતી. જ્વાલા સિંહ યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલની કોચ છે. મોહિતે તેમના વિશે કહ્યું, ‘બધા મારા માટે નકારી રહ્યા હતા. તે પછી મેં જ્વાલા સરનો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે કેમ નહીં. તેણે મને સંપૂર્ણ ટેકો આપ્યો અને મને જે જાેઈએ તે પૂરું પાડ્યું. 

 

બોલરોનો એક સમૂહ મોહિતેને ટેકો આપવા માટે સમગ્ર સત્ર દરમિયાન તેની સાથે રહ્યું. નિયમો અનુસાર, બેટ્‌સમેન એક કલાકમાં પાંચ મિનિટનો આરામ લઈ શકે છે. મોહિતેનું રેકોર્ડિંગ અને સંબંધિત કાગળો હવે ગીનીસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા છે. 

જ્વાલા સિંહે મોહિતે વિશે કહ્યું, ‘તે કોવિડ-૧૯ પહેલા ૨૦૧૯માં સ્ઝ્રઝ્ર પ્રો-૪૦નો હિસ્સો હતો અને પછી કોરોના મહામારી આવી. તેની માતા તેની રમત માટે મારો સંપર્ક કરતી હતી. પરંતુ લોકડાઉનના કારણે બધુ બંધ હતું. પછી એક દિવસ તેણે મને ફોન કરીને આ કારનામા વિશે પૂછ્યું. સાચું કહું તો, મેં વધારે રસ નહોતો લીધો પરંતુ મને ખબર હતી કે ઘણા યુવા ખેલાડીઓએ કોરોનાને કારણે તેમના સારા વર્ષો ગુમાવ્યા. તેથી મેં વિચાર્યું કે જાે કોઈને કંઈક અલગ કરવું હોય તો શા માટે નહીં. તેથી મેં સમર્થન આપવા સંમતી દર્શાવી.

Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
Exit mobile version