ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
આઇપીએલ શરુ થવા પહેલા જ ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે.
ઇગ્લેન્ડના આક્રમક ઓપનર બેટ્સમેન જેસન રૉયે ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે.
હોકે હવે તેના સ્થાને ટીમમાં કોને સામેલ કરવામાં આવે તે અંગે ગુજરાત ટાઇટન્સે હજુ સુધી નિર્ણય લીધો નથી
મીડિયા રિપોર્ટ અનુસાર જેસન રોયે કેટલાક દિવસ અગાઉ જ ગુજરાત ટીમ મેનેજમેન્ટને આ વાતની જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે જેસન રોયને ગુજરાત ટાઇટન્સે મેગા ઓક્શન 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
