ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
અમેરિકા સ્થિત અલ સાલ્વાડોર રાજ્યની એક ૨૨ વર્ષિય સ્પર્ધક નું દરિયાકાંઠે વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યું. કૈથરીન ડીયાઝ નામની આ પ્રતિભાશાળી ખેલાડી દરિયાકાંઠે વોટર સર્ફિંગ ની ટ્રેનિંગ લઇ ને પાછી ફરી રહી હતી. ત્યાં જ વીજળી પડવાથી ઘાયલ થઈ ગયેલી કેટરિનાને હોસ્પિટલ લઈ જવામાં આવી. પણ રસ્તામાં જ તે મૃત્યુ પામી.
કૈથરીન આગામી 2021 ટોક્યો ઓલમ્પિક માટે પોતાની જાતને તૈયાર કરી રહી હતી.તે આઈએએસ વર્લ્ડ જેવી ગેમ માં પણ ભાગ લેવાની હતી. કૈથરીન પોતાના રાજ્યની સલ્વાડોરન સર્ફ ફેડરેશનની એક ભાગરૂપ હતી.
કૈથરીન ડીયાઝ એક સારી ખેલાડી ની સાથે સોશિયલ વર્કર પણ હતી.