ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
હરિયાણાના સોનીપતમાં રાષ્ટ્રીય સ્તરની રેસલર નિશા દહિયાની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે.
હુમલાખોરોએ નિશા ઉપરાંત તેના ભાઈ અને માતાને પણ નિશાન બનાવ્યા છે.
આ હુમલામાં નિશા સાથે તેના ભાઈનું પણ મોત થયું. જ્યારે તેની માતાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સનસનીખેજ ઘટના સોનીપતના હલાલપુર ગામની છે. જ્યાં રેસલર સુશીલ કુમારના નામ પર એક એકેડમી છે. ત્યાં હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
હુમલો કરીને અજાણ્યા બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.