Site icon

National Sports Day:પોસ્ટ વિભાગના તમામ પોસ્ટલ સર્કલમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી

National Sports Day:પોસ્ટ વિભાગે ગુરુવારે દેશભરમાં ઉત્સાહ અને એકતા સાથે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરી.

National Sports Day was celebrated in all the postal circles of the Post Department

National Sports Day was celebrated in all the postal circles of the Post Department

News Continuous Bureau | Mumbai

National Sports Day:પોસ્ટ વિભાગે ગુરુવારે દેશભરમાં ઉત્સાહ અને એકતા સાથે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરી. પોસ્ટલ વિભાગે દેશભરમાં રમતગમતના અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું. કર્મચારીઓએ વોલીબોલ, કેરમ, ચેસ અને રસ્સા ખેંચ અને પ્લેન્ક હરીફાઈ જેવા મનોરંજક પડકારો સહિત વિવિધ આઉટડોર અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટ્સનો હેતુ સહાનુભૂતિ, ટીમ વર્ક અને સર્વસમાવેશકતાની ભાવનાને ઉત્તેજન આપવાનો હતો, જે મજબૂત રમતગમત અને ફિટનેસ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિભાગની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Join Our WhatsApp Community

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે તાલમેળ ગોઠવતા દેશભરના ટપાલ કર્મચારીઓએ ફિટ ઈન્ડિયાની પ્રતિજ્ઞા લીધી, આરોગ્ય અને શારીરિક પ્રવૃત્તિ પ્રત્યેના તેમના સમર્પણ પર ભાર મૂક્યો. આ પહેલ તેના કર્મચારીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાના વિભાગના વ્યાપક પ્રયાસોમાંથી એક છે.

આ સમાચાર પણ વાંચો:Vice President:ઉપરાષ્ટ્રપતિ 31 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે

પોસ્ટ વિભાગ દ્વારા રમતગમતને ટેકો આપવાના અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સહભાગિતાને સમર્થન આપવાની પરંપરા લાંબા સમયથી જોવા મળે છે.

પોતાના કર્મચારીઓ વચ્ચે રમતગમતને પ્રોત્સાહન આપવા ઉપરાંત, પોસ્ટ વિભાગે ફિલેટલી દ્વારા ભારતના રમતગમતના વારસાને ઉજવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વિભાગે ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને રમતગમતની દિગ્ગજ વ્યક્તિ સહિતની થીમ પર અસંખ્ય સ્મારક સ્ટેમ્પ બહાર પાડ્યા છે, જે રાષ્ટ્રના રમતવીરોને વધુ પ્રેરણા આપે છે.

પોસ્ટ વિભાગ એ તમામ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરે છે જેમણે રાષ્ટ્રીય રમતગમત દિવસ 2024ની સફળતામાં ભાગ લીધો અને યોગદાન આપ્યું.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ
Exit mobile version