ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
'ગોલ્ડન બોય' નીરજ ચોપડા ફરી વાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ નીરજ ચોપડાને 2022 લોરિયસ વર્લ્ડ એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે.
નીરજની ઉપરાંત, એમુ રડુચાનુ, ડેનિલ મેદવેદેવ, પેડ્રી યુલીમાર, રોજસ, એરિર્ન ટિટમુ સામેલ છે.
એપ્રિલમાં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા વીનરની જાહેરાત કરવામાં આવશે.
ઉલેખનીય છે કે વિશ્વના પ્રતિષ્ઠિત પત્રકારો અને બ્રોડકાસ્ટર્સની 1300 કરતા પણ વધારે ટીમની એક પેનલે ચાલુ વર્ષના લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ માટે સાત કેટેગરીમાં નોમિની પસંદ કર્યાં છે.
