Site icon News Continuous Bureau | Mumbai

Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર બન્યો પ્રથમ ભારતીય…

નીરજ ચોપરા 1455 માર્ક્સ સાથે ટોપ પર છે. તે ગ્રેનાડાના વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ (1433) કરતા 22 પોઈન્ટ આગળ છે. ભારતીય ભાલા ફેંકનારે 30 ઓગસ્ટ, 2022ના રોજ વિશ્વ રેન્કિંગમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

Neeraj Chopra Wining Prize Money: How Much Prize Money Did Neeraj Chopra Get For his Achievements In World Athletics

Neeraj Chopra Wining Prize Money: ગોલ્ડન બોય નીરજ ચોપરા પર પૈસાનો વરસાદ, અધધ આટલા રૂપિયા મળશે પ્રાઈઝ મની..

News Continuous Bureau | Mumbai

ટોક્યો ઓલિમ્પિક્સનો સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા વિશ્વનો નંબર વન ભાલા ફેંકનાર દેશનો પ્રથમ એથ્લેટ બન્યો છે. દેશનો કોઈ એથ્લેટ આજ સુધી પ્રથમ નંબરે પહોંચી શક્યો નથી. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જારી કરાયેલ રેન્કિંગમાં નીરજ 1455 પોઈન્ટ સાથે નંબર વન છે. તેણે વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને 22 પોઈન્ટ પાછળ છોડી દીધા છે.

Join Our WhatsApp Channel

ચોપરા આઠ મહિના સુધી બીજા નંબર પર હતા

25 વર્ષીય નીરજ 30 ઓગસ્ટ, 2022 થી વિશ્વના બીજા નંબર પર હતો. પીટર્સ વિશ્વનો નંબર વન જેવેલીન થ્રોઅર હતો, પરંતુ 5 મેના રોજ દોહામાં 88.67 મીટર સાથે ગોલ્ડ જીત્યા બાદ તેણે પીટર્સને વિશ્વના નંબર વન તરીકે પાછળ છોડી દીધા. પીટર્સ દોહામાં 85.88 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. નીરજે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યૂરિચ (સ્વિત્ઝર્લેન્ડ)માં યોજાયેલી ડાયમંડ લીગની ફાઇનલમાં પણ જીત મેળવી હતી.

આ સમાચાર પણ વાંચો : આ રીતે ચંદ્રના કારણે પૃથ્વી પર ઉદ્ભવે છે શક્તિશાળી દરિયાઈ મોજા, નિષ્ણાતે શેર કર્યો એનિમેટેડ વીડિયો

પાકિસ્તાનનો નદીમ વિશ્વમાં 5માં નંબર પર

ટોક્યો ઓલિમ્પિકનો સિલ્વર મેડલિસ્ટ ચેક રિપબ્લિકનો યાકુબ વાલ્ડેચે ત્રીજા, યુરોપિયન ચેમ્પિયન જર્મનીના જુલિયન વેબર ચોથા અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ પાકિસ્તાનના અરશદ નદીમ પાંચમા ક્રમે છે. ભારતના રોહિત યાદવ (15મા) અને ડીપી મનુ (17મા) ટોપ 20માં સ્થાન મેળવ્યું છે.

નીરજની આગામી સ્પર્ધાઓ

નીરજે તેની  શરૂઆત દોહામાં ડાયમંડ લીગ ચેમ્પિયન 2023 જીતીને કરી હતી. આ ઈવેન્ટમાં તેણે રેકોર્ડ 88.67 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ તેની આગામી ટુર્નામેન્ટ નેધરલેન્ડના હેન્ગ્લોમાં રમવાનો છે. આ ટુર્નામેન્ટ ફેની બ્લેન્કર્સ-કોએન ગેમ્સ છે અને 4 જૂનથી શરૂ થશે. આ પછી નીરજે 13 જૂને ફિનલેન્ડના તુર્કુમાં યોજાનારી પાવો નુર્મી ગેમ્સમાં પોતાનું કૌશલ્ય દર્શાવવાનું છે.

Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Exit mobile version