Site icon

ભારતની આશાઓ પર ફરી વળ્યું પાણી- ઓલિમ્પિક ગોલ્ડ મેડલીસ્ટ નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાંથી આ કારણસર થયો બહાર

Neeraj Chopra Wining Prize Money: How Much Prize Money Did Neeraj Chopra Get For his Achievements In World Athletics

Neeraj Chopra Wining Prize Money: ગોલ્ડન બોય નીરજ ચોપરા પર પૈસાનો વરસાદ, અધધ આટલા રૂપિયા મળશે પ્રાઈઝ મની..

News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સ 2022(Commonwealth Games-CWG) શરૂ થતા પહેલા જ ભારત(India)ને મોટો ફટકો પડ્યો છે. ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલના મજબૂત દાવેદાર નીરજ ચોપરા(Neeraj Chopra) કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઇ ગયા છે. તે ફિટ નથી. અહેવાલ મુજબ નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફાઇનલ(World Athletics Championship Final) દરમિયાન ઈજાગ્રસ્ત(Injured) થયા છે. આ ઈજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકશે કે કેમ તેવી અટકળો પહેલેથી જ ચાલી રહી હતી. જોકે નીરજને આશા હતી કે તે કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે સાજા થઈ જશે અને ભાગ લઈ શકશે પરંતુ ઈજાના કારણે તેને કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થવું પડ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કોમનવેલ્થ શરૂ થતા પહેલા વિવાદ- બોક્સર લવલીના બોરગોહેને ફેડરેશન પર લગાવ્યો આ મોટો આરોપ- જાણો વિગતે

આઈઓએના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ નીરજના કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થવાની પૃષ્ટી કરી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેશે નહીં. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઇજા થવાને કારણે તે ફિટ નથી. તેણે આ વિશે અમને જાણ કરી દીધી છે.
 

Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version