ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
પાકિસ્તાન ક્રિકેટ પર સંકટના વાદળો ફરી એકવાર ઘેરાયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આજથી શરૂ થવાની હતી. પરંતુ સુરક્ષાના કારણોસર ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સમગ્ર પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે.
ન્યુઝીલેન્ડની ટીમ ત્રણ મેચની વનડે અને પાંચ મેચની ટી -20 સિરીઝ માટે પાકિસ્તાન પ્રવાસે છે.
જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે આ શ્રેણી બાદમાં રમાશે અને તેને હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ઘણા વર્ષો સુધી પાકિસ્તાનની ધરતી પર આંતરરાષ્ટ્રીય મેચ રમી શકાઈ ન હતી.