WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ઇતિહાસ રચીને ભારતને 8 વિકેટથી પરાજય આપીને વિજેતા બન્યું છે.
ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા.
ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને ન્યૂઝિલેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડની ટીમે તેના 91 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ICC વર્લ્ડ કપ જીત્યો છે.
