Site icon

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતને સૌથી મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીની હારથી મેડલનું સપનું થયું ચકનાચૂર.

Paris Olympic 2024:ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ હારીને પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર થઈ ગઈ છે. તેની પેરિસ ઓલિમ્પિક્સની સફર અહીં ચીનના ખેલાડી હી બિંગ જિયાઓ દ્વારા હરાવ્યા બાદ સમાપ્ત થઈ. કરોડો ચાહકોને આશા હતી કે સ્ટાર શટલર સિંધુ ઓલિમ્પિકમાં ભારત માટે ચોક્કસપણે મેડલ જીતશે, પરંતુ ચીનના ખેલાડીએ તેમની આશા પર પાણી ફરી વળ્યું.

Paris Olympic 2024 PV Sindhus campaign ends with pre-quarterfinal loss at Paris Olympics

Paris Olympic 2024 PV Sindhus campaign ends with pre-quarterfinal loss at Paris Olympics

 News Continuous Bureau | Mumbai 

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુની સફર સમાપ્ત થઈ ગઈ છે. બે વખતની મેડલ વિજેતા પીવી સિંધુ પાસે ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક જીતવાની તક હતી. પરંતુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ છઠ્ઠી ક્રમાંકિત ચીનની બિંગ જિયાઓ સામે સીધા સેટમાં હારી ગઈ અને સતત ત્રણ ઓલિમ્પિક મેડલ જીતવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.

Join Our WhatsApp Community

Paris Olympic 2024: આ મેચ લગભગ 56 મિનિટ સુધી ચાલી

પીવી સિંધુ અને જિયાઓ વચ્ચેની મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન ચીનના ખેલાડીએ તેને 19-21 અને 14-21થી હરાવી હતી. રિયો ઓલિમ્પિક 2016ની સિલ્વર મેડલ વિજેતા અને ટોક્યો ઓલિમ્પિક્સ 2020ની બ્રોન્ઝ મેડલ વિજેતા સિંધુની બિંગ જિયાઓ સામે 21 મેચમાં 12મી હાર છે. આ સાથે બિંગ જિયાઓએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય ખેલાડી સામે મળેલી હારનો બદલો પણ લીધો હતો. ભારત અને ચીન વચ્ચેની આ મેચ લગભગ 56 મિનિટ સુધી ચાલી હતી.

 

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થનારી ચોથી ભારતીય શટલર

પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થનારી ચોથી ભારતીય શટલર છે. તેમના પહેલા એચએસ પ્રણોય, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીની સફર સમાપ્ત થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો  : Paris Olympics 2024 : સાત્વિક-ચિરાગની જોડીનું મેડલ જીતવાનું સપનું તૂટ્યું, ક્વાર્ટર ફાઈનલમાં મળી હાર..

Paris Paralympics : PM મોદીએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને બિરદાવ્યું, પેરા-એથ્લેટ્સના અતૂટ સમર્પણની કરી પ્રશંસા.
Paris Paralympics: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક્સના આ 6 પદક વિજેતાઓનું કર્યું સન્માન, પેરા-એથ્લેટ્સની સિદ્ધિઓની કરી પ્રશંસા.
Paris Paralympics: પેરાલિમ્પિક્સમાં સિમરન શર્માએ જીત્યો બ્રોન્ઝ! PM મોદીએ પાઠવ્યા અભિનંદન.
Paris Paralympics : પેરાલિમ્પિક્સમાં હોકાટો હોટોઝે શોટપુટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ! પ્રધાનમંત્રી મોદીએ પાઠવ્યા અભિનંદન..
Exit mobile version