Site icon

Paris Olympics 2024 : અવિશ્વસનીય.. બ્રોન્ઝ મેડલ જીતવા કુસ્તીબાજ અમને માત્ર એક રાતમાં ઉતાર્યું 4.5 કિલો વજન; જાણો કેવી રીતે?

Paris Olympics 2024 :સેમીફાઈનલમાં હાર્યા બાદ રેસલર અમન સેહરાવતનું વજન અચાનક વધીને 61.5 થઈ ગયું હતું. આ પછી તેણે તેને 4.6 કિલો ઘટાડ્યું જેથી તે બ્રોન્ઝ મેડલ જીતી શકે.

Paris Olympics 2024 Shedding 4.6 kg in 10 hours, Aman Sehrawat clears weigh-in, wins Olympic

Paris Olympics 2024 Shedding 4.6 kg in 10 hours, Aman Sehrawat clears weigh-in, wins Olympic

 

 Paris Olympics 2024 શુક્રવારે ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં દેશ માટે વધુ એક મેડલ જીત્યો. તેણે પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝને હરાવીને 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ છઠ્ઠો મેડલ હતો. જો કે તમને જણાવી દઈએ કે અમન સેહરાવતનું વજન વધી ગયું હતું. પરંતુ તેણે માત્ર 10 કલાકમાં લગભગ સાડા ચાર કિલો વજન ઘટાડ્યું અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો.

Join Our WhatsApp Community

 Paris Olympics 2024 કુસ્તીબાજ અમન સેહરાવતે વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરી

કુસ્તીબાજ અમન સેહરાવતે વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરી હતી. કોચ વીરેન્દ્ર દહિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે સાંજે કુસ્તી સમાપ્ત થઈ, ત્યારે અમન સેહરાવતનું વજન 4.5 કિલો વધુ હતું. તેનું વજન 61.5 કિલો થઈ ગયું હતું. જે બાદ અમે દોઢ કલાક ટ્રેનિંગ કરી. એક કલાક આરામ કર્યો અને પછી ટ્રેડમિલ અને સોના બાથનું સેશન કર્યું. તમને જણાવી દઈએ કે અમન સેહરાવતે 13-5ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મેચ જીત્યો હતો.

 
વિનેશ ફોગાટ વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી

મહત્વનું છે કે ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ 50 કિગ્રા વજન વર્ગમાં પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ વજન વધારે હોવાના કારણે તેને ફાઈનલમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશે મેડલ પાક્કો કરી લીધો હતો. પરંતુ ગેરલાયકાતને કારણે તેને એક પણ મેડલ મળ્યો ન હતો. જો કે વિનેશે CASમાં અપીલ દાખલ કરી છે. તેણે સિલ્વર મેડલની માંગણી કરી છે.

જણાવી દઈએ કે ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે, જેમાંથી પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર છે.
 

Paris Paralympics : PM મોદીએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને બિરદાવ્યું, પેરા-એથ્લેટ્સના અતૂટ સમર્પણની કરી પ્રશંસા.
Paris Paralympics: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક્સના આ 6 પદક વિજેતાઓનું કર્યું સન્માન, પેરા-એથ્લેટ્સની સિદ્ધિઓની કરી પ્રશંસા.
Paris Paralympics: પેરાલિમ્પિક્સમાં સિમરન શર્માએ જીત્યો બ્રોન્ઝ! PM મોદીએ પાઠવ્યા અભિનંદન.
Paris Paralympics : પેરાલિમ્પિક્સમાં હોકાટો હોટોઝે શોટપુટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ! પ્રધાનમંત્રી મોદીએ પાઠવ્યા અભિનંદન..
Exit mobile version