Site icon

ભારત સરકારે આ દિગ્ગજ ખેલાડી પર લગાવ્યો પ્રતિબંધ, ડોપિંગ કેસમાં કરવામાં આવી સજા; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભારતીય ડિસ્કસ થ્રો(Indian discus throw) કમલપ્રિત કૌર(Kamalpreet Kaur)નો ડોમ્પિંગ કેસ(doping case) મામલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.. જેથી હવે ભારતીય ડિસ્કસ થ્રોઅર કમલપ્રિત કૌર પર પ્રતિબંધ લગાવાયો છે. ભારતના સિનિયર ડિસ્કસ થ્રો ખેલાડી કમલપ્રિત કૌર(Kamalpreet kaur) સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. AIUની તપાસમાં કમલપ્રિત કૌર પોઝિટિવ આવતા પ્રતિબંધ લગાવાયો છે. તમને જણાવી દઈએ કે, કમલપ્રિત કૌર આ રમતમાં ભારતમાં ટોપ ખેલાડીમાંથી એક છે, ત્યારે હવે તેમને સજા થતા દેશને મોટો ઝટકો લાગી શકે છે.

Join Our WhatsApp Community

જો કમલપ્રિત કૌર દોષિત સાબિત થાય તે તેમના પર વધુમાં વધુ ૪ વર્ષ સુધી પ્રતિબંધ લાગી શકે છે. આ મામલે વિશ્વ એથલેટિક્સ શાસી નિકાયે ટ્‌વીટ કરીને જણાવ્યુ હતુ કે, સ્ટેનોજાેલોલના ઉપયોગ કરવા મામલે AIUની કમલપ્રિત કૌર પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પદાર્થના ઉપયોગ કરવો તે વિશ્વ એથલેટિક્સમાં ડોમ્પિંગના નિયમનું ઉલ્લંઘન છે. જ્યારે કોઈ ખેલાડી ડોમ્પિંગથી જોડાયેલા મામલે સંડોવાય તો વિશ્વ એથલેટિક્સ સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના પર પ્રતિબંધ લગાવે છે.

આ સમાચાર પણ વાંચો : ફ્યુચર ગ્રુપમાં હડકંપઃ રાકેશ બિયાણીએ ફ્યુચર ગ્રુપમાંથી આપ્યું રાજીનામું.જાણો વિગતે.

'એથલેટિક્સ ઈન્ટિગ્રિટી યૂનિટ' એ વિશ્વ એથલેટિક્સએ સ્થાપિત કરેલ એક સ્વતંત્ર સંસ્થા છે. આ સંસ્થાએ જ પંજાબની ૨૬ વર્ષીય ખેલાડીને નોટિસ આપી પોતાનું પક્ષ રાખવા માટે કહ્યું છે. કમલપ્રિત કૌર ડિસ્કસ થ્રોમાં ભારત માટે ઓલમ્પિકમાં રમી ચૂકી છે. નેશનલ રેકોર્ડ ધારી કમલપ્રિતે ટોક્યો ઓલમ્પિક(Tokyo olympic)માં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તેઓ મેડલથી ચૂક્યા હતા, અને તેઓ છઠ્ઠા સ્થાન પર રહ્યા હતા.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version