Site icon

Birthday Special: ઓલમ્પિક પદક વિજેતા વિજેન્દ્ર સિંહનો આજે જન્મ દિવસ, જાણો કિંગ ઓફ બોક્સિંગના અંગત જીવન વિશે

Happy Birthday Vijendra Singh: હરિયાણાના ભિવાની જિલ્લાના કલવાસ ગામના વતની વિજેન્દ્રને બોક્સિંગનો કિંગ કહેવામાં આવે છે.

Vijendra Singh Birthday

Vijendra Singh Birthday

News Continuous Bureau | Mumbai 

ઓલિમ્પિક મેડલ વિજેતા(Olympic medalist) વિજેન્દર સિંહ, જેણે બોક્સિંગ રિંગમાં પોતાના શક્તિશાળી મુક્કાથી વિરોધીઓને હરાવી દીધા આજે તેનો જન્મદિવસ છે. હરિયાણાના ભિવાની જિલ્લાના કલવાસ ગામના વતની વિજેન્દ્રને બોક્સિંગનો કિંગ કહેવામાં આવે છે.

આ રીતે કરી બોક્સિંગની શરુઆત

તેમણે તેમનો પ્રારંભિક અભ્યાસ તેમના ગામમાંથી કર્યો અને પછી ભિવાનીમાંથી તેમની ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન, તે જિલ્લામાં સ્થિત ભિવાની બોક્સિંગ(Boxing) ક્લબમાં જોડાયો, જ્યાં કોચ જગદીશ સિંહે તેની પ્રતિભાને ઓળખી અને તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. બાદમાં તેણે ભારતીય બોક્સિંગ કોચ ગુરબક્ષ સિંહ સંધુ પાસેથી બોક્સિંગની તાલીમ લીધી.

 

Join Our WhatsApp Community

દુનિયામાં ભારતનું સન્માન વધાર્યુ

વિજેન્દ્ર સિંહે(Vijendra Singh) પોતાની કુશ્તી કારકિર્દીમાં ઘણી વખત દેશનો તિરંગો દુનિયાની સામે ઊંચો કર્યો છે. દેશ માટે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતનાર વિજેન્દ્ર સિંહે પોલીસમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. 

 

રાજકારણમાં પણ ભાગ લીધો

બોક્સિંગમાં નસીબે હંમેશા તેમનો સાથ આપ્યો પરંતુ રાજકારણ(politics)માં તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને નિષ્ફળ ગયા.

 

વિજેન્દ્રની પત્ની છે એકદમ સિમ્પલ

વિજેન્દ્ર સિંહ જેટલો ડેશિંગ અને મસ્કુલર બોડી બિલ્ડર છે તેટલી જ તેની પત્ની અર્ચના સિંહ(Wife Archana Singh) સિમ્પલ છે. તેનો અંદાજ તેના સોશિયલ એકાઉન્ટને જોઈને લગાવી શકાય છે.

 

વિજેન્દ્ર અને અર્ચનાએ કર્યા લવ મેરેજ
વિજેન્દ્ર અને અર્ચનાએ લવ મેરેજ(Love marriage) કર્યા હતા. લગ્ન પહેલા બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા. શરૂઆતમાં પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધમાં હતા પરંતુ બાદમાં ઘણી સમજાવટ બાદ બંનેને સંમતિ આપી હતી.

 

કોણ છે વિજેન્દ્રની પત્ની 
દિલ્હીની રહેવાસી અર્ચનાએ સોફ્ટવેર પ્રોફેશનલનો અભ્યાસ કર્યો છે. કહેવાય છે કે અર્ચનાના પિતા કોંગ્રેસ પાર્ટીને સમર્થન કરે છે. ઉલ્લેખનીય છે કે, અર્ચના અને વિજેન્દ્ર બે પુત્ર(Son of Vijendra)ના માતા-પિતા છે, જેમાં મોટા દિકરાનું નામ અબીર છે.

 

આ સમાચાર પણ વાંચોઃ ચંદ્રગ્રહણઃ હિંદુ ધર્મ ગ્રંથોમાં ગ્રહણ પછી દાન કરવાનું વિશેષ મહત્વ, આ સફેદ વસ્તુઓનું દાન કરવાથી થશે ધન લાભ

India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
Exit mobile version