ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
ભારતીય કુસ્તીને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક નવી ઓળખ આપનાર સુશીલકુમાર હવે મોટી અડચણમાં આવ્યો છે. ઑલિમ્પિકમાં ભારત માટે પહેલી વાર કાંસ્ય પદક અને બીજી વાર રજત પદક મેળવનાર સુશીલકુમાર સાગર હત્યાકાંડમાં આરોપી તરીકે તારવવામાં આવ્યા છે. હવે સુશીલકુમારને પકડવા માટે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસે મૉડલ ટાઉન વિસ્તારમાં સાગર ધનખડની હત્યા સંદર્ભે સુશીલકુમારને હવે ફરાર ઘોષિત કર્યો છે. માત્ર સુશીલકુમાર નહીં, પરંતુ અન્ય નવ લોકો પણ ફરાર છે. હવે આ સંદર્ભે એવી જાણકારી બહાર આવી છે કે સુશીલકુમાર સતત પોતાનું લોકેશન ચેન્જ કરી રહ્યો છે. જેને કારણે તેની ધરપકડ કરવી મુશ્કેલ બની છે.