Site icon

ભારત કે UAE નહીં પણ આ નાનો દેશ કરી શકે છે T-20 વર્લ્ડ કપનું આયોજન; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના વધતાજતા પ્રકોપને કારણે IPL 2021 વચ્ચેથી પડતી મુકાઈ હતી. આ મોટી લીગ મુલતવી રાખ્યા બાદ હવે આ વર્ષે ભારતમાં યોજાનારા T-20 વર્લ્ડ કપના આયોજન અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. 

T-20 વર્લ્ડ કપનું હોસ્ટિંગ ભારત પાસેથી છીનવી અન્ય કોઈ દેશને સોંપી શકાય છે. આ ટૂર્નામેન્ટ માટે UAE (યુનાઇટેડ આરબ અમીરાત) પહેલો બૅક-અપ વિકલ્પ છે. એમાં હવે ઓમાનનો ઉમેરો થયો છે. ઓમાનની રાજધાની મસ્કતને ચોથા સ્થળ તરીકે ઉમેરવામાં આવી છે. આમ વર્લ્ડ કપના આયોજન અંગે દુબઈ, અબુધાબી, શારજાહ અને મસ્કત એમ ચાર સ્થળો હશે. વર્લ્ડ કપ ઑક્ટોબરના અંતિમ સપ્તાહમાં શરૂ થશે. 

ખુંખાર સંગઠન બોકો હરામના આ લીડરે પોતાને જ બોમ્બથી ઉડાવી દીધો ; જાણો વિગતે

ICC બોર્ડમાં આ ઘટનાક્રમથી અવગત ભારતીય ક્રિકેટ બોર્ડેના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘'BCCIએ ICC બોર્ડની બેઠક દરમિયાન ઔપચારિક રૂપે અંતિમ નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાંનો સમય માગ્યો છે.'’ પરંતુ આંતરિક રૂપે તેઓએ કહ્યું કે, ‘‘તેઓ હોસ્ટિંગના રાઇટ્સ રાખવા માગે છે અને UAE અને ઓમાનમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં કોઈ વાંધો નથી.’’ 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘‘16 ટીમના વર્લ્ડ કપની પ્રારંભિક મૅચો માટે મસ્કતને તૈયાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન IPLની 31 મૅચો યોજીને બીજા ત્રણ મેદાન તૈયાર થઈ ગયાં હશે. હવે 'જો IPL 10 ઑક્ટોબરના રોજ પૂર્ણ થઈ જાય છે તો UAEમાં T-20 વર્લ્ડ કપની મૅચને નવેમ્બરમાં શરૂ કરવામાં આવી શકે છે. આનાથી વૈશ્વિક મૅચ માટે પિચ તૈયાર કરવા માટે ત્રણ અઠવાડિયાંનો સમય મળશે. 

માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત છે આ ભાઈ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા જતા કેસોને કારણે IPL 2021, 4 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી. બાયો-બબલમાં ખેલાડીઓ અને સ્ટાફના સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. દરમિયાન ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખને વટાવી ગઈ હતી.

Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version