ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ફરી એકવાર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ઈરાન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટાઈટલ જીતીને દુનિયાભરમાં મહેસાણાને સન્માન અપાવ્યું છે.
બેડમિન્ટન જુનિયર વર્લ્ડ નંબર-1 તસ્નીમ મીર ઈરાન ખાતેની મહિલા વર્ગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પ્રથમ ટાઈટલ મેળવી ખાતું ખોલાવ્યું છે.
આ સ્પર્ધાની ફાઈનલમાં વિશ્વની નંબર 88 ખેલાડી ઈન્ડોનેશિયાની યુલિઆ યોસેફાઈન સુસાંતોને 21-11, 11-21, 21-7 સેટમાં હરાવી સ્પર્ધા જીતી હતી.
તસ્નીમ હાલ વર્લ્ડ નં -404 પર છે. અને ફેબ્રુઆરી અંતમાં યુગાન્ડા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે.
