Site icon News Continuous Bureau | Mumbai

શાબ્બાશ! આ રાજ્યના મુખ્ય પ્રધાન ઑલિમ્પિક વિજેતા માટે બનશે શેફ, પોતાના હાથે પકવાન બનાવી ખવડાવશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે એક નવો ચીલો ચાતર્યો છે. રાજ્યના ઑલિમ્પિક વિજેતાઓ માટે તેઓ બુધવાર રાતના પટિયાલામાં મિજબાનીનું આયોજન કર્યું છે. ભોજનસમારંભમાં તેઓ શેફ બનવાના છે. એટલે કે તેઓ પોતાના હાથે વિજેતાઓ માટે જુદાં-જુદાં પકવાન બનાવીને તેમને ખવડાવાના છે. આ સમારંભ માટે કૅપ્ટન સિંહ પારંપારિક વ્યંજનો બનાવવાના છે. જેમાં પુલાવ, મટન, ચિકન, આલુ, મીઠો પુલાવ જેવી વાનગીઓ તેઓ બનાવવાના છે.

મુખ્ય પ્રધાનના મીડિયા સલાહકારે મંગળવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. પંજાબના ઑલિમ્પિક પદક વિજેતાઓને આપેલા વચન મુજબ મુખ્ય પ્રધાન પોતાના હાથે ભોજન તૈયાર કરશે. આ ભોજનસમારંભમાં  નીરજ ચોપડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

એક જ યુવાન જોડે પરણવા તેની બે પ્રેમિકાઓ જીદે ચડી; પછી યુવકે ઉછાળવો પડ્યો સિક્કો. જાણો શું છે કિસ્સો

અહીં ઉલ્લેખનીય છે કે કૅપ્ટન સિંહ એક સારા શેફ પણ છે. તેઓએ ગયા મહિને  પંજાબના ટોકિટો ઑલિમ્પિકના વિજેતા ખેલાડીઓના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, ત્યારે તેમણે પોતાના હાથે ભોજન બનાવીને ખવડાવાનું વચન આપ્યું હતું.

Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
Exit mobile version