ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં ભારતને મોટો ઝટકો વાગ્યો છે.
સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઈનલ મુકાબલો હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
એટલે કે, આ વખતે તે પોતાનું ટાઈટલ નહીં બચાવી શકે.
પીવી સિંધુને વિશ્વની નંબર-1 બેડમિન્ટન પ્લેયર તાઈ જૂ યિંગે માત આપી છે.
42 મિનિટ સુધી ચાલેલા તે મુકાબલામાં પીવી સિંધુ 17-21, 13-21થી હારી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં બંને વચ્ચે 20 મુકાબલા થયા છે જેમાંથી 15માં પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો છે. ટોક્યો ઓલમ્પિક-2020માં પીવી સિંધુને સેમિફાઈનલમાં તાઈ જૂ યિંગે જ હરાવી હતી.
