News Continuous Bureau | Mumbai
IPLમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ ગુરુવારે IPLમાં ઈતિહાસ રચી દીધો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો હતો. રબાડાએ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.
જમણા હાથના ફાસ્ટ બોલરે તેની 64મી આઈપીએલ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે રબાડાએ શ્રીલંકાના અનુભવી ખેલાડી લસિથ મલિંગાને પાછળ છોડી દીધો. જેણે પોતાની 70મી મેચમાં 100મી વિકેટ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો :અક્ષય તૃતીયા પર સોનું નહીં, 5 રૂપિયાનો આ ઉપાય બનાવી શકે છે કરોડપતિ, જીવનભર નહીં પડે પૈસાની કમી
મલિંગાએ 70 મેચમાં વિકેટની સદીની ઉજવણી કરી હતી. તેણે 2013માં આ અદ્ભુત કારનામું કર્યું હતું. હવે 10 વર્ષ બાદ તેનો રેકોર્ડ તૂટી ગયો છે. રબાડા માત્ર મેચોની દ્રષ્ટિએ સૌથી ઝડપી 100 વિકેટના આંક સુધી પહોંચ્યો ન હતો પરંતુ બોલના સંદર્ભમાં પણ તે આગળ રહ્યોં છે. તેણે આ સિદ્ધિ મેળવવા માટે સૌથી ઓછા 1438 બોલ લીધા હતા. ડ્વેન બ્રાવો સૌથી ઓછા બોલમાં આઈપીએલની 100 વિકેટ લેનારો બીજો બોલર છે. બ્રાવોએ 1619 બોલમાં 100 વિકેટ પૂરી કરી હતી.
આઈપીએલની સૌથી ઝડપી 100 વિકેટ (બોલ દ્વારા)
1438 – કાગીસો રબાડા
1622 – લસિથ મલિંગા
1619 – ડ્વેન બ્રાવો
1647 – હર્ષલ પટેલ