ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
બિહારના રણજી ક્રિકેટર સકિબુલ ગનીએ ઈતિહાસ રચી દીધો છે.
ગની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી કરનાર પહેલો ક્રિકેટર બન્યો છે.
ગનીએ મિઝોરમ સામે કોલકાતામાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં 387 બોલનો સામનો કરીને 50 ચોક્કાની
મદદથી પોતાની ત્રેવડી સદી પુરી કરી હતી.
આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અજય રાજકુમાર રોહેરાના નામે હતો.
રોહેરાએ હૈદ્રાબાદ સામે 2018-29માં 267 રનની ઈનિંગ રમી હતી.
સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આપ્યો ઝટકો, તાત્કાલિક આ કામ કરવા આપ્યા આદેશ; જાણો વિગતે