ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
૨૬ ડિસેમ્બરથી શરૂ થતા દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા ઈન્ડિયન ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત થતા પહેલા ઈન્ડિયન ટીમના ૪ મેચ વિનર્સ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયાના અહેવાલો પ્રમાણે દ.આફ્રિકા ટૂર પહેલા ઈશાંત શર્મા, રવીંદ્ર જાડેજા, અક્ષર પટેલ અને શુભમન ગિલની ઈન્જરી સિલેકશન કમિટિ માટે ચર્ચાનો વિષય બની ગયો છે. તેવામાં સંપૂર્ણપણે ફિટ ન હોવાથી, આ ટોપ-૪ ખેલાડી દ.આફ્રિકા ટૂરથી બહાર થઈ શકે તેવી સંભાવના જણાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ચારેય ખેલાડી હજુ મેચ રમવા માટે ફિટ નથી. વળી રવીંદ્ર જાડેજા અને ઈશાંત શર્માએ તો મુંબઈ ટેસ્ટમાં પણ ઈન્જરીના કારણે મેચ ન રમવાનો ર્નિણય લીધો હતો.
