Site icon

ઓવર સ્પીડ કે ઝપકી નહીં પણ આ કારણે સર્જાયો હતો રિષભની કારનો અકસ્માત, ખુદ ક્રિકેટરે જ કર્યો ખુલાસો..

ભારતીય ક્રિકેટર રિષભ પંત શુક્રવારે કાર અકસ્માત બાદથી ચર્ચામાં છે. ચાહકો અને દિગ્ગજ ખેલાડીઓ પંત માટે પ્રાર્થના કરી રહ્યા છે. પંતના જીવને કોઈ ખતરો નથી પરંતુ તેને ઘણી ઈજાઓ પહોંચી છે. પંત છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે.

Rishabh Pant Accident: NHAI official makes BIG statement

રિષભ પંત કાર અકસ્માતમાં થયો વધુ એક ખુલાસો, NHAIએ પંતના દાવાને નકારી કાઢ્યો, કહી આ વાત..

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટર રિષભ પંત શુક્રવારે કાર અકસ્માત ( horrific crash ) બાદથી ચર્ચામાં છે. ચાહકો અને દિગ્ગજ ખેલાડીઓ પંત ( Rishabh Pant ) માટે પ્રાર્થના કરી રહ્યા છે. પંતના જીવને કોઈ ખતરો નથી પરંતુ તેને ઘણી ઈજાઓ પહોંચી છે. પંત છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. પંતના અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ અંગે અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે.

Join Our WhatsApp Community

હૉસ્પિટલના રિપોર્ટ્સ અનુસાર, રિષભની હાલત અત્યારે સારી છે અને તે બધા સાથે વાત પણ કરી રહ્યો છે. આ દરમિયાન તેણે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) ( Shyam Sharma )  ( DDCA ) ને કહ્યું કે રસ્તામાં ખાડો ( pothole ) આવી ગયો હતો અને તેનાથી બચાવવા જતાં આ અકસ્માત થયો હતો.

આ સમાચાર પણ વાંચો:  દુઃખદ.. 600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પોપનું 95 વર્ષની વયે થયું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

શ્યામ શર્માએ કહ્યું છે કે રિષભ પંતને અત્યારે એરલિફ્ટ કરવાની જરૂર નથી. હાલ તેમને દિલ્હી શિફ્ટ કરવામાં આવશે નહીં અને રિષભ પંતની સારવાર માટે લંડન લઈ જવો પડે એવી સ્થિતિ થશે તો તે બીસીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવશે. હાલ રિષભ પંતને થોડો દુખાવો છે પણ તે હજુ હસતો ચહેરો રાખીને રહે છે આ સાથે જ બીસીસીઆઈ તમામ ડોક્ટરોના સંપર્કમાં છે.

ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત શુક્રવારે તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Mumbai BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ માટે જંગ: ભાજપનું પલ્લુ ભારે કે શિંદે જૂથ બાજી મારશે? જાણો આ 2 દિગ્ગજ મહિલા કોર્પોરેટરો છે રેસમાં સૌથી આગળ
India US Trade Deal: ટ્રમ્પ-મોદીની દોસ્તી રંગ લાવી: અમેરિકા સાથેના વેપાર કરારની તારીખ જાહેર, જાણો ભારતને શું થશે ફાયદો.
India-US Trade Deal: જયશંકર-ડોભાલની ‘જુગલબંધી’ એ પલટાવ્યો ગેમ! અમેરિકાએ ટેરિફમાં કર્યો ધરખમ ઘટાડો, એકસાથે બે મોરચે ભારતની મોટી જીત.
India AI Impact Summit 2026: દુનિયા જોશે ભારતનો AI પાવર! સંયુક્ત રાષ્ટ્રએ કર્યા મોદી સરકારના વખાણ; જાણો દિલ્હીમાં યોજાનારી ગ્લોબલ AI સમિટની ખાસ વાતો
Exit mobile version