Site icon

ભારતના આ બેટ્સમેને ફટકારી એવી જોરદાર સિક્સર કે પ્રેક્ષકનું નાક તૂટી ગયું, હોસ્પિટલમાં લઈ જવો પડ્યો, જુઓ વીડિયો… 

News Continuous Bureau | Mumbai 

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ડે-નાઈટ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી. તેની આ સિક્સના કારણે એક દર્શકના નાકનું હાડકું તૂટી ગયું હતું. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ, મેચની છઠ્ઠી ઓવરમાં રોહિતે ફર્નાન્ડોની ઓવરમાં પુલ શોટ મારી સિક્સર ફટકારી હતી.  દરમિયાન આ બોલ સીધો મેચ જોઈ રહેલા એક દર્શકના નાક પર વાગ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટર્સે કહ્યું હતું કે તેનું નાક ફ્રેક્ચર થઈ ગયું છે. 

 

  જો કે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ યુવાન અત્યારે એકદમ ફિટ છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે દર્શકને બોલ વાગ્યો ત્યારે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનની મેડિકલ ટીમ ગૌરવને મેડિકલ રૂમમાં લઈ ગઈ હતી અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે બાદમાં તેને એક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકન ટીમ પહેલા દાવમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન એન્જેલો મેથ્યુસ (43) ટોપ સ્કોરર રહ્યો હતો. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી. તે જ સમયે આર અશ્વિન અને મોહમ્મદ શમીને 2-2 વિકેટ મળી હતી.

આ સમાચાર પણ વાંચો :વાહ!! પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપવાથી મળશે છુટકારો, મુંબઈ પોલીસ કમિશનરની પહેલ..જાણો વિગતે

Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી
Shreyas Iyer: શ્રેયસ અય્યરનું હેલ્થ અપડેટ: ‘દરેક પસાર થતા દિવસની સાથે…’, ઈજા પછી ક્રિકેટર નો ફેન્સના નામે પહેલો સંદેશ
Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની હેલ્થ પર મોટું અપડેટ, સિડનીમાં ડોક્ટર તેમની સાથે હાજર
Exit mobile version