બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ કોરોનાથી સંક્રમિત થઈ છે.
સાઈના નહેવાલ એક ટુર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડ પહોંચી છે. જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
સાઈનાને ટૂર્નામેન્ટ પહેલા થયેલા ત્રીજા રાઉન્ડના કોવિડ-19 ટેસ્ટમાં કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. બાદ તેને ટૂર્નામેન્ટથી ખસી જવા માટે પણ કહેવામાં આવ્યું છે.
કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયા બાદ સાઈનાને હોસ્પિટલમાં જ ક્વોરેન્ટાઈન કરાઈ છે.