Site icon

સાનિયા મિર્ઝા-શોએબ મલિકે છૂટાછેડા માટે ફાઇલ કરી અરજી- પાકિસ્તાની ક્રિકેટર ના સાથી એ કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા(Indian tennis star) અને તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર(pakistani cricketer) શોએબ મલિકના લગ્ન સમયે દુનિયાભરમાં જેટલી ચર્ચાઓ થઈ રહી હતી તેટલી જ હવે તેમના છૂટાછેડાની(divorce) પણ ચર્ચાઓ થઈ રહી છે. જો કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ હજી સુધી આ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ અહેવાલો છે કે બંને મન થી અલગ થઈ ગયા છે અને હવે કપલ ટૂંક સમયમાં કાયદાકીય (legaly)રીતે અલગ થઈ જશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : રોહિત શર્માની પીઠ પાછળ એવી હરકત કરતા પકડાઈ ગયો આર અશ્વિન- વિડીયો જોઈ તમે પેટ પકડીને હસશો- જુઓ વીડિયો

 

 

તાજેતરના અહેવાલો અનુસાર, સાનિયા મિર્ઝા અને શોએબ મલિક લગ્નના 12 વર્ષ પછી છૂટાછેડા માટે અરજી(file divorce) કરી રહ્યા છે. બંને વચ્ચેનો અસલી વિવાદ શું છે, આ સંબંધનો અંત લાવવા નું મુખ્ય કારણ શું છે તે જાણી શકાયું નથી, પરંતુ અહેવાલ છે કે શોએબ સાનિયા સાથે છેતરપિંડી(cheat) કરી રહ્યો હતો. જે હવે સાનિયાને ખબર પડી ગઈ છે, જે બાદ હવે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો છે.શોએબ મલિકના નજીકના મિત્રોએ(close friend) આપેલી માહિતી અનુસાર, સાનિયા મિર્ઝા અને તેના પતિ ઘણા સમયથી અલગ રહેતા હતા, પરંતુ હવે બંનેએ ઔપચારિક રીતે છૂટાછેડા (getting divorce)લઈ લીધા છે. આ ખુલાસો કરનાર વ્યક્તિ પાકિસ્તાનમાં (Pakistan)શોએબ મલિકની મેનેજમેન્ટ ટીમનો(management team) સભ્ય છે. તેણે કહ્યું, “હા, હવે આ બંને (સાનિયા મિર્ઝા અને શોએબ મલિક) સત્તાવાર રીતે છૂટાછેડા લઈ ચૂક્યા છે. હું વધુ જાહેર કરી શકતો નથી, પરંતુ પુષ્ટિ કરી શકું છું કે તેઓ અલગ થઈ ગયા છે.”

તમને જણાવી દઈએ કે સાનિયા અને શોએબે 12 એપ્રિલ 2010ના રોજ લગ્ન કર્યા હતા. ભારતમાં(India) લગ્ન કર્યા બાદ બંનેએ પાકિસ્તાનમાં(Pakistan) લગ્નનું રિસેપ્શન(reception) રાખ્યું હતું. લગ્ન બાદથી બંને વચ્ચે અમેઝિંગ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે, પરંતુ હવે અચાનક છૂટાછેડાના સમાચારથી બધાને આશ્ચર્ય થયું છે.

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version