ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન એમ.એસ. ધોનીએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ધોનીની અચાનક નિવૃત્તિથી ક્રિકેટ ચાહકોને આંચકો લાગ્યો, પરંતુ માહી તેમના આવા જ નિર્ણય માટે જાણીતા છે. હવે ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એમએસ ધોનીની નિવૃત્તિ પર વાત કરી હતી. સાનિયા મિર્ઝાએ એમએસ ધોનીની તુલના તેના પતિ અને પાકિસ્તાનના ખેલાડી શોએબ મલિક સાથે કરી છે. સાનિયા મિર્ઝાના કહેવા પ્રમાણે, એમએસ ધોની વ્યક્તિત્વની દ્રષ્ટિએ શોએબ મલિક જેવો છે. સાનિયા મિર્ઝાએ ધોનીની સિધ્ધિઓની નોંધ લેતા કહ્યું કે, ‘જો મહેન્દ્રસિંહ ધોની ઇચ્છતા હોત, તો ફેરવેલ મેચ રમીને પછી ક્રિકેટને વિદાય આપી હોત, પરંતુ તે જુદા છે અને આ જ બાબતો તેમને કેપ્ટન કૂલ બનાવે છે.’
સાનિયા મિર્ઝાએ ક્રિકેટ ક્ષેત્રે વધુ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ એમએસ ધોનીની પ્રશંસા કરી હતી. સાનિયા મિર્ઝા પણ માને છે કે એમએસ ધોનીનું વ્યક્તિત્વ તેમના પતિ શોએબ મલિકની જેમ જ છે. મિર્ઝાએ કહ્યું, 'વ્યક્તિત્વની દ્રષ્ટિએ એમએસ ધોની મને મારા પતિ શોએબ મલિકની યાદ અપાવે છે. બંને વચ્ચે ઘણી સમાનતાઓ છે. ખાસ કરીને વ્યક્તિત્વની બાબતમાં. બંને ખેલાડીઓ મેદાનમાં એકદમ શાંત છે. ઘણી રીતે એમએસ ધોની બરાબર શોએબ મલિક જેવા છે.
નોંધનીય છે કે આ અગાઉ પણ સાનિયા મિર્ઝાએ એમએસ ધોનીની નિવૃત્તિ અંગે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘મારા માટે ખૂબ જ સન્માનની વાત છે કે તમે જે યુગમાં આવ્યા હતા, તે જ દેશ માટે હું પણ ખેલાડી છું. તમે દેશ માટે જે કર્યું તે બદલ આભાર.’
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
