સાનિયા મિર્ઝાએ શોએબ મલિકથી લીધા છૂટાછેડા! આ કારણે અમે જાહેરાત નથી કરી રહ્યા….

 News Continuous Bureau | Mumbai

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (Sania Mirza) એ 12 એપ્રિલ 2010ના રોજ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) સાથે લગ્ન કર્યા હતા. જે પછી 30 ઓક્ટોબર 2018ના રોજ, આ સુંદર કપલના જીવનમાં એક સુંદર બાળકનો પ્રવેશ થયો. તેમના જીવનમાં બધુ જ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ થોડા સમય પછી તેમના અલગ થવાના (Divorce) સમાચાર મીડિયામાં આવવા લાગ્યા.

Join Our WhatsApp Community

સાનિયાએ હાર્ટબ્રેક સંબંધિત એક પોસ્ટ શેર કરી છે

સાનિયા મિર્ઝા (Sania Mirza) એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વારંવાર તેના જીવનની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. 8 નવેમ્બરના રોજ સાનિયાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક ક્વોટ શેર કર્યો જેમાં હાર્ટબ્રેક (heart Break)  વિશે વાત કરવામાં આવી હતી. થોડા સમય પછી તેણે તે સ્ટોરી કાઢી નાખી. કેપ્શનમાંમાં લખવામાં આવ્યું હતું કે તૂટેલા દિલ ક્યાં જાય છે?

નજીકના મિત્રએ જણાવ્યું કે છૂટાછેડા થઈ ગયા છે

ઈનસાઈડ સ્પોર્ટના અહેવાલ મુજબ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે. તે અહેવાલ મુજબ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના એક નજીકના મિત્રએ જણાવ્યું છે કે કેટલીક કાયદાકીય સમસ્યાઓના કારણે બંને તેમના છૂટાછેડાના (Divorce)  સમાચાર દુનિયાની સામે નથી રાખી રહ્યા.

આ સમાચાર પણ વાંચો:  આ કંપનીએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક પિકઅપ ટ્રક, જાણો શું છે રેન્જ, ફીચર્સ અને કિંમત

સાનિયા અને શોએબ આ શો સાથે કરી રહ્યા છે

છૂટાછેડાની અફવાઓ વચ્ચે, 25 નવેમ્બર, 2022 ના રોજ, સાનિયા મિર્ઝાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર  પોતાના પ્રેમ વિશે વાત કરતી એક કવિતા શેર કરી. વાર્તામાં લખ્યું હતું કે જે દિવસે તમે અંદરથી ખૂબ ભારે અનુભવો છો, તે દિવસે તમારી જાતને એક બ્રેક આપો. તમને જણાવી દઈએ કે આ અફવાઓ વચ્ચે શોએબ મલિક અને સાનિયા મિર્ઝા એકસાથે ‘ધ મિર્ઝા મલિક શો’ નામનો શો હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ એક રિયાલિટી શો છે જે ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ, UrduFlix પર રિલીઝ થવા જઈ રહ્યો છે.

 

IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
IPL Auction 2026: જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પર ધનવર્ષા: દિલ્હી કેપિટલ્સે ₹૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા! જાણો, કોણ છે આ મેચ વિનર?
IPL Auction 2026: કઈ ટીમ કોને ટાર્ગેટ કરશે? પર્સમાં કેટલી રકમ, અને કોણ બનશે નવો કરોડપતિ?
Exit mobile version