Site icon

શું સાનિયા મિર્ઝા અને શોએબ મલિક ના અલગ થવાના સમાચાર હતા માત્ર પબ્લિસિટી સ્ટન્ટ-આ પોસ્ટે લોકો ને કર્યા વિચારવા પર મજબૂર

 News Continuous Bureau | Mumbai

ભારતીય ટેનિસ ખેલાડી (Indian tennis player Sania Mirza) સાનિયા મિર્ઝાના પાકિસ્તાની ક્રિકેટર (Pakistani cricketer) શોએબ મલિકથી (Shoaib Malik) અલગ થવાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી મીડિયાની હેડલાઇન્સમાં હતા.હવે બન્ને ના અલગ થવાના સમાચાર વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, છૂટાછેડાની અટકળો (divorce) વચ્ચે, કપલે તેમના નવા ટોક શોની (talk show) જાહેરાત કરી છે. આ ટોક શોનું નામ ‘ધ મિર્ઝા મલિક ટોક શો’ (The Mirza Malik show) હશે. આ સમાચાર સામે આવ્યા બાદ કેટલાક ચાહકો બન્નેને સાથે હોવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ચાહકો હવે અલગ થવાના સમાચારને ચર્ચામાં આવવાનો એક માર્ગ ગણાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો આ ટોક શો પાકિસ્તાનની એક લોકપ્રિય ચેનલ (Pakistan) પર આવશે. આ ટોક શોનું નામ છે ‘ધ મિર્ઝા મલિક શો’. શોનું પોસ્ટર રવિવારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું અને થોડી જ મિનિટોમાં પોસ્ટર વાયરલ (poster viral) થઈ ગયું હતું.શોની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મીડિયા તેમના અલગ થવાનો દાવો કરી રહ્યું હતું. હવે બંને આ શો સાથે સાથે આવી રહ્યા છે, તેથી કહેવામાં આવી રહ્યું છે કે કપલના અલગ થવાના સમાચાર માત્ર અફવા હતી.તેમજ લોકો આને પબ્લિસિટી સ્ટંટ (publicity stunt) હોવાનું પણ કહી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  મરાઠી ઇન્ડસ્ટ્રી ની આ લોકપ્રિય અભિનેત્રી નું થયું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ દાખલ કર્યો કેસ

સાનિયા અને શોએબે 12 એપ્રિલ 2010ના રોજ હૈદરાબાદમાં (Hydrabad)લગ્ન કર્યા હતા. બંનેએ લાહોર(Lahore)માં લગ્નનું રિસેપ્શન આપ્યું હતું. વર્ષ 2018 માં, સેલિબ્રિટી કપલ એક પુત્રના માતાપિતા બન્યા. લગ્ન પછી, કપલ મોટાભાગનો સમય દુબઈમાં(Dubai) વિતાવે છે. હાલમાં જ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર (Pakistani actress Ayesha omar) સાથે શોએબ મલિકના અફેરના સમાચાર આવ્યા હતા અને કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રી સાથેના બોલ્ડ ફોટોશૂટ (bold photoshoot) બાદ બંને વચ્ચે અણબનાવ થઈ ગયો છે. જોકે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ અલગ થવાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

 

Abhishek Sharma: એશિયા કપ જીત બાદ અભિષેક શર્મા-શુભમન ગિલ એ આ રીતે કરી ઉજવણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Abhishek Sharma: ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ અભિષેક શર્માને ભેટમાં મળી અધધ આટલી મોંઘી કાર, કિંમત જાણીને તમારા ઊડી જશે હોશ
Suryakumar Yadav: દેશનો નેતા પોતે જ ફ્રન્ટ ફૂટ પર રમે છે, PM મોદી ના વખાણ માં સૂર્યકુમાર યાદવ એ કહી આવી વાત
Mohsin Naqvi: ટ્રોફી ઉઠાવી હોટલ માં શું લઇ ગયા મોહસિન નકવી કે સોશિયલ મીડિયા પર છૂટી મીમ્સની મિસાઇલ
Exit mobile version