ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 30 ઓક્ટોબર, 2021.
શનિવાર.
T10 લીગ માં એક નવો ફેરફાર જોવા મળ્યો છે અને એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે.
ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ મહિલા વિકેટકીપર સારા ટેલરને અબુ ધાબી ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
આ લીગ 19 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. ટેલર પહેલા કોઈ મહિલાને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પુરૂષોની ટીમને કોચ બનાવવાનો મોકો મળ્યો નથી.
ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલાને પુરુષ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
