ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોલંબોમાં શ્રીલંકા સામે બીજી ટી20 મેચ પૂર્વે જ કૃણાલને કોરોના સંક્રમણ થયા હોવાનું જણાતા હવે ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચને સ્થગિત કરી દેવામાં આવી છે.
કોરોનાગ્રસ્ત કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા ભારતના આઠ જેટલા ખેલાડીઓને આઈસોલેટ કરવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ ટી20 મેચની શ્રેણીમાં પ્રવાસી ભારતીય ટીમ 1-0ની સરસાઈ ધરાવે છે.
