News Continuous Bureau | Mumbai
વિશ્વભરમાં ટેનિસ(Tennis) દ્વારા પોતાની ઓળખ બનાવનાર અમેરિકાની ટેનિસ ખેલાડી(American tennis player) સેરેના વિલિયમ્સે(Serena Williams) નિવૃત્તિની જાહેરાત કરી છે.
જોકે તેઓ તેમની છેલ્લી મેચ યુએસ ઓપનમાં(US Open) રમશે.
સેરેના વિલિયમ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ(Social media account) પર આ અંગેની જાણકારી આપી છે.
મહિલા ટેનિસની મહાન ખેલાડી સેરેના વિલિમ્યસે યુએસ ઓપનમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાના કરિયરમાં કુલ 6 વખત ટાઇટલ જીત્યું છે.
ઉલેખનીય છે કે ટેનિસ કોર્ટ(Tennis court) પર તેણે વાપસી કરી પરંતુ ફોર્મે સાથ આપ્યો નહીં. પોતાના ખરાબ ફોર્મને કારણે લાંબા સમયથી તેની નિવૃત્તિની ચર્ચા ચાલી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : ગોરેગામમાં ગોઝારો અકસ્માત- બેસ્ટની બસે 5ને કચડ્યા- જુઓ વિડિયો
