Site icon News Continuous Bureau | Mumbai

મહિલા ટેનિસમાં એક યુગનો અંત- સેરેના વિલિયમ્સે ટેનિસ કોર્ટને કહ્યું અલવિદા- થઈ ગઈ ભાવુક- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

અમેરિકન ખેલાડી(US Player) સેરેના વિલિયમ્સે (Serena Williams) ટેનિસ કોર્ટ (Tennis)ને અલવિદા કહી દીધું છે. યુએસ ઓપન(US Open)ના ત્રીજા રાઉન્ડમાં હાર સાથે તેની 27 વર્ષની સુવર્ણ યાત્રાનો અંત આવ્યો છે. આ તેની કારકિર્દીની છેલ્લી મેચ હતી. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા, સેરેનાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં યુએસ ઓપનને તેની છેલ્લી ટૂર્નામેન્ટ(Last Tournament) ગણાવીને તેની નિવૃત્તિ(Retirement)નો સંકેત આપ્યો હતો. કારકિર્દી(Career)ની છેલ્લી મેચમાં સેરેનાને ઓસ્ટ્રેલિયા(Australia)ની અજલા ટોમલ્જાનોવિક(Ajla Tomljanovic) સામે 7-5, 6-7, 6-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Join Our WhatsApp Channel

 

સેરેના વિલિયમ્સે તેની હાર બાદ ભીની આંખો સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું. તેણે દરેકનો આભાર માન્યો અને તેના તમામ નજીકના લોકોને પણ યાદ કર્યા. સેરેનાએ કહ્યું કે, તમારા બધાનો આભાર. તમે બધા ખૂબ જ સારા છો. થેન્ક યુ પપ્પા, હું જાણું છું કે તમે જોતા જ હશો. થેન્ક યુ મમ્મી. હું અહિયાં હાજર તમને બધાને થેન્ક યુ કહેવા માંગુ છું કે જેઓ વર્ષોથી મારી સાથે ઉભા છે. હું બધાની આભારી છું.

આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં વાગ્યો ડંકો- સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતે આ દેશને છોડી દીધો પાછળ- આ ક્રમાંક પર પહોંચ્યો દેશ

ઉલ્લેખનીય છે કે સેરેના વિલિયમ્સની ગણના ટેનિસ જગતની મહાન ખેલાડીઓમાંથી થાય છે. તેને પોતાની કારકિર્દીમાં 23 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.   

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version