News Continuous Bureau | Mumbai
ચાલુ મહિનાના અંતે રમાનાર એશિયા કપ(Asia Cup) પૂર્વે પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો (Pakistan cricket team) જોરદાર ફટકો લાગ્યો છે. ટીમનો આધારભૂત ઝડપી બોલર (Fast bowler) શાહીન શાહ આફ્રિદી(Shaheen Shah Afridi) ઈજાને લીધે એશિયા કપ ૨૦૨૨માં નહીં રમી શકે. આ ઉપરાંત તે ઘરઆંગણે યોજાનાર ઈંગ્લેન્ડ(England) સામેની શ્રેણી પણ ગુમાવશે. પાકિસ્તાન એશિયા કપમાં(Pakistan Asia Cup) પ્રથમ મેચ ૨૮ ઓગસ્ટના ભારત સામે રમશે અને ટીમના ઝડપી બોલર ઈજાને કારણે બહાર થતાં ટીમને મોટો ધક્કો લાગ્યો છે.
શાહીન આફ્રિકને ઘૂંટણમાં ઈજા થઈ હોવાનું જણાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના(Pakistan Cricket Board) મતે મેડિકલ સલાહકાર સમિતિએ(Medical Advisory Committee) ઝડપી બોલર આફ્રિદીને ચારથી છ સપ્તાહનો આરામ કરવાની સલાહ આપી છે. શાહીન આફ્રિદી આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ(ICC Men's T20 World Cup) અગાઉ સ્વસ્થ થાય તેવી સંભાવના છે. ગાલેમાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ દરમ્યાન ફિલ્ડિંગ વખતે તેને ઈજા થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : તો સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન છોડી દેશે મુંબઈ- આ રાજ્યની ટીમ તરફથી ઉતરશે મેદાનમાં
પીસીબીના(PCB) મુખ્ય મેડિકલ ઓફિસર ડો. નજીબુલ્લાહ સૂમરોએ(Chief Medical Officer Dr. Najibullah Soomroe) જણાવ્યું કે, મે શાહીન સાથે વાત કરી છે અને તે આ ઈજાથી દુઃખી છે. તે એશિયા કપમાં રમવા ઈચ્છે છે પરંતુ તેને સ્વસ્થ થતા વધુ સમય લાગી શકે છે. આફ્રિદી ઓક્ટોબરમાં ક્રિકેટમાં વાપસી કરે તેવી સંભાવના છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહીન આફ્રિદીના સ્થાને ક્યા ખેલાડીને ટીમમાં રમાડવામાં આવશે તેની જાહેરાત કરી નથી.