Site icon

શેન વોર્ન ચાલતી બાઇક પરથી સ્લીપ થઇ ૧૫ મીટર સુધી ઘસડાયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્ન ને બાઇક અકસ્માતમાં ઈજા થઈ છે. તે તેના પુત્ર જેક્સન સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તે પડી ગયો અને લગભગ ૧૫ મીટર સુધી ખેંચાઈ ગયો. અકસ્માત બાદ શેન વોર્ને કહ્યું હતું કે તે શરીરે કેટલીક જગ્યાએ છોલાઇ જવા થી ઇજા પામ્યો છે અને તેની ખૂબ જ પીડા થઇ રહી છે. શેન વોર્ન પોતાની રમત સિવાય જીવનશૈલી અને રેટરિકના કારણે વિવાદોમાં રહ્યો હતો. ડ્રગ્સ લેવા, સેક્સ સ્કેન્ડલ જેવા અનેક વિવાદોમાં તેનું નામ આવ્યું. બાદમાં રંગીન મિજાજને કારણે તેઓએ છૂટાછેડા લીધા હતા. મેદાનની બહારની પ્રવૃત્તિઓ માટે પણ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ૨૦૦૩ વર્લ્‌ડ કપ પહેલા તે ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. જેના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આવી જ રીતે ૧૯૯૯ના વર્લ્‌ડ કપ પહેલા તેણે શ્રીલંકાના કેપ્ટન અર્જુન રણતુંગા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના કારણે તેના પર બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ૧૯૯૮માં તેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પિચ અને હવામાન વિશે માહિતી આપવા અને પૈસા લેવા બદલ દંડ ફટકાર્યો હતો. ત્યારપછી ૨૦૧૩માં બિગ બેશ લીગ દરમિયાન તેણે માર્લોન સેમ્યુઅલ્સ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેની મજાક ઉડાવી. આ કારણે તેને પ્રતિબંધ અને દંડનો પણ સામનો કરવો પડ્યો હતો. જાેકે ૫૨ વર્ષીય શેન વોર્નને કોઈ ગંભીર ઈજા નથી, પરંતુ જ્યારે તે સવારે ઉઠ્‌યો ત્યારે તેને ખૂબ જ દુખાવો થતો હતો. જે બાદ તે હોસ્પિટલ પણ ગયો હતો. અહીં તેણે કોઈક રીતે ફ્રેક્ચર પણ ચેક કરાવ્યું. જાે કે સ્કેનમાં આવું કંઈ બહાર આવ્યું નથી. તેના કોઈપણ હાડકામાં ફ્રેક્ચર નથી. એવું માનવામાં આવે છે કે શેન વોર્ન ટૂંક સમયમાં એશિઝ શ્રેણી દરમિયાન કોમેન્ટ્રી કરતો જાેવા મળશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૮ ડિસેમ્બરથી બ્રિસબેનમાં એશિઝ શ્રેણી શરૂ થવાની છે. શેન વોર્ન વિશ્વના મહાન સ્પિનરોમાંથી એક છે. તેણે ૧૪૫ ટેસ્ટમાં ૭૦૮ વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલે તે બીજા નંબર પર રહ્યો. તેનાથી આગળ માત્ર શ્રીલંકાના મુથૈયા મુરલીધરન હતા, જેમણે ૮૦૦ વિકેટ લીધી હતી. તે જ સમયે, વોર્ને ૧૯૪ વનડેમાં ૨૯૩ વિકેટ લીધી હતી. ફર્સ્‌ટ ક્લાસ મેચોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન બોલરના નામે ૧૩૧૯ વિકેટ હતી. શેન વોર્ને ૨૦૦૭માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

વિરાટ કોહલીના સ્થાને આરસીબી જગ્યા ભરશે: ઈરફાન પઠાણ

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version