પોતાની બંદુક નાં નાળચા થી પોતાની ઓળખ ઊભી કરનાર ઉત્તર પ્રદેશના બાગપત નિવાસી શૂટર દાદી એટલે કે ચંદ્રો તોમર કોરોના સામે જંગ હારી ગયા.
મેરઠમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો પરંતુ આ ઈલાજ યશસ્વી ન રહ્યો.
તેમણે શૂટિંગ ની રાષ્ટ્રીય સ્પર્ધા જીતી હતી. તેમજ તેમના પર ફિલ્મ પણ બની હતી. તેમને વિશ્વની સૌથી મોટી ઉંમરની શૂટર માનવામાં આવતી હતી.